હર ઘર તિરંગા

 હર ઘર તિરંગા અભિયાન

👉આઝાદી અગાઉ ભારતનો કોઈ જ રાષ્ટ્રીય ધ્વજ હતો નહિ કે જે રાષ્ટ્રના રૂપમાં તેનું પ્રતીનીધીત્વ કરે.

👉૨૨ જુલાઈ ૧૯૪૭ નાં રોજ સંવિધાન સભાની બેઠક દરમિયાન ભારત ના રાષ્ટ્રીય ધ્વજને તેના વર્તમાન સ્વરૂપમાં સ્વીકારવામાં આવ્યો.

👉વર્તમાન તિરંગાની ડીઝાઈન પીંગલી વૈકૈયા દ્વારા તૈયાર કરવામાં આવી હતીજેમાં કેસરી,સફેદ અને લીલો એમ ત્રણ રંગ ના પટ્ટા તથા વચ્ચે અશોકચક્ર રાખવામાં આવ્યું.

👉તિરંગાનું માપ લંબાઈ:પહોળાઈ= ૩:૨ નક્કી કરવામાં આવ્યું છે.

👉વર્ષ ૧૯૦૬ ભારતનો પ્રથમ અનૌપચારિક ધ્વજ લીલો,પીળો અને લાલ રંગના પટ્ટા સાથે ,૮ ગુલાબ ,૧ સૂર્ય,૧ ચંદ્ર,અને વચ્ચે પીળી પટ્ટીમાં  'વંદે માતરમ' લખેલું હતું.

👉વર્ષ ૧૯૦૭મ મેડમ ભીખાઈજી કામા એ  બર્લિન સમિતિનો પ્રથમ ધ્વજ ફરકાવ્યો. જે દેશની બહાર ફરકાવાયેલ પ્રથમ ધ્વજ હતો.

👉 વર્ષ ૧૯૧૭મ બી જી તિલક અને એની બેસન્ટે એક નવા ધ્વજની ડીઝાઇન તૈયાર કરીબ હતી.

👉ભારત સરકારે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ 'હર ઘર તિરંગા' અભિયાન આયોજીત કર્યું, જે અંતર્ગત સમગ્ર દેશના તમામ ઘરો,શાળાઓ,સરકારી મકાનો,ખાનગી મકાનો ,ઉદ્યોગના મકાનો પર તિરંગો લહેરાવવામાં આવશે.

ભારતીય  ધ્વજ દંડ સંહિતા-૨૦૨૨

👉સંહિતા મુજબ તિરંગાનો ઉપયોગ વ્યાપારી હેતુ માટે કરી શકાય નહિ.

👉 ધ્વજનો ઉપયોગ તહેવાર તરીકે અથવા કોઈ પ્રકારના શણગારના હેતુ માટે કરી શકાય નહિ.

👉સતાવાર પ્રદર્શન માટે માત્ર ભારતીય માનક બ્યુરો દ્વારા નિર્ધારિત વિશીષ્ટતાઓને અનુરૂપ ચિહ્ન ધરાવતા ધાવ્જનો ઉપયોગ કરી શકાય છે.

આઝાદી સમયના મહત્વ પૂર્ણ નારાઓ

👉હસરત મોહાની=ઇન્કલાબ ઝીન્દાબાદ (ભગતસિંહ દ્વારા આ નારાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો)

👉વંદે માતરમ= બંકિમ ચંદ્ર ચેટરજી (૨૬ જાન્યુઆરી,૧૯૫૦ ના રોજ અપનાવવા માં આવ્યું)

👉ચંદ્રશેખર આઝાદ=દુશમન કી ગોલીઓકા હમ સામના કરેંગે,આઝાદી હી રેહ,આઝાદી હી રહે.

👉મંગલ પાંડે=મારો ફિરંગીઓ કો

👉ગાંધીજી= કરો ય મરો

👉સુભાષચંદ્ર બોઝ=જય હિન્દ

👉લાલ બહાદુર શાસ્ત્રી=જાય જવાન જાય કિશાન

👉સુભાષચંદ્ર બોઝ=તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા

👉બિસ્મિલ અઝીમાંબાદી=સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હે.

👉 જવાહરલાલ નેહરુ= ભારે ઉદ્યોગ વિકાસનો પર્યાય છે

👉શ્યામલાલ ગુપ્તા= વિજયી વિશ્વ તિરંગા પ્યારા

👉રવીન્દ્ર નાથ ટાગોર=જન ગણ મન અધિનાયક  (૨૪ જાન્યુઆરી,૧૯૫૦ ના રોજ રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર્યું)

You may like these posts