ડાયાબિટીસના દર્દી ઓ માટે એન્ટી-ડાયાબિટીક ખાંડ- ઝાયલીટોલ

✒️તાજેતરમાં IIT ગુવાહાટી એ શેરડીના પિલાણમાંથીયલીટોલ નામક ખાંડના વિકલ્પ તરીકે 'ઝાયલીટોલ' ની શોધ કરી.
✒️આ શોધ બાયોરિસોર્સ ટેકનોલોજી અને અલ્ટ્રાસોનિક સોનિકેમેસ્ટ્રી જનરલમાં પ્રકાશિત કરવામાં આવી છે.
✒️આ ઝાયલીટોલ બનાવવા માટે અલ્ટ્રાસાઉન્ડ નો ઉપયોગ કરી આથો મેળવવામાં આવે છે.
✒️ખાંડની માત્રાનો માત્ર ડાયાબિટીસના દર્દીઓને જ નહીં પરંતુ સામાન્ય વ્યક્તિઓના ખાનપાનમાં પણ વધુ ઉપયોગથી થતી અસરો અને જાગૃતતા લાવવા માટે આ શોધ કરવામાં આવી છે.
✒️સામાન્ય રીતે ઝાયલીટોલ લાકડામાંથીમેળવેલ ડી ઝાયલોઝને નિકલ ઉદીપકની મદદથી ખૂબ ઊંચા તાપમાને અને દબાણે બનાવવામાં આવે છે,જેમાં ખૂબ જ વધુ માત્રામાં ઉર્જાનો વપરાશ થાય છે અને માત્ર 8 થી 15% જ ઝાયલોઝ ઝાયલીટોલ માં રૂપાંતરિત થાય છે.
✒️ઝાયલોઝ એ કુદરતી ઉત્પાદનોમાંથી મેળવેલ ખાંડનો વિકલ્પ છે જેમાં એન્ટી-ડાયાબિટીક,એન્ટી ઓબેસોજેનિક અસરો માટે ઉપયોગી છે.
✒️ શેરડી ના રસ માંથી બનાવવામાં આવેલ ઝાયેલીટોલ સંશ્લેષણ પદ્ધતિઓની ઉત્પાદન ખર્ચ ઘટાડે છે અને તેમાં અલ્ટ્રાસોનિક સાઉન્ડ નો ઉપયોગ કરી સૂક્ષ્મ જીવાણુઓની મદદથી પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય છે.

You may like these posts