• Breaking News

  Join WhatsApp Group Join Now
  Join Telegram Group Join Now

  Saturday 4 December 2021

  સુરત-'સોનાની મુરત' (Surat-'Sonani Murat ')

                                                સુરત-'સોનાની મુરત'  ભાગ : ૧ 

  -સુરત એક જમાનાનું એ ભારતનું પહેલા દરજ્જાનું શહેર-પશ્ચિમકાઠા  નું ઉતમ બંદર.સુરત બંદરે તાપીમાંના વાહનોમાં ચોરાશી બંદરોના વાવતા ઉડતા.સુરત સમુદ્ર હતું.એના રૂઆબ અને રોનક પરદેશી પ્રવાસીઊએ મુક્ત કાઠે વખણયા છે.પણ એ રોનક અને સમૃધીએ જ શિવાજી ને અને અન્યને લુટ માટે લલચાવ્યા,તો કુદરતે પણ પોતાનો પ્રકોપ દાખ્વયો અને આગ અને પુરમાં સુરત તારાજ થયું અનેક વાર - પણ તારાજીની કાલ વળતા જ એ પાછુ પુરા રૂઆબ સાથે બેઠું થયું છે.

  - સુરત સ્વપ્ન્શીલો અને સહેલાણીઓનુ , સુધારકો અને સંસ્કૃતિ પ્રેમીઓનું નગર છે. દાંડીકુચ સુરત શહેરમાંથી પસાર થઇ એ પહેલા સો એક વર્ષ અગાઉ સુર્રતના સપુત અને ગુજરાતના અર્વાચીનોમાં આદ્ય સારસ્વત નર્મદે આ યુગી દાંડી પીતેલી અને ગુજરાત નું ગૌરવગાન લલકારેલું:

                                            "જય જય  ગરવી ગુજરાત ,

                                               દીપે અરુણું પ્રભાત !"

   

  -એ વીર સુધારકે વહેમ,અંધશ્રદ્ધા અને રુધીજળતા સામે વિદ્રોહ કરેલો - માત્ર લેખો,પત્રકારત્વ કે  ભાષાનો થી જ નહી પણ કર્મ અને આચારણ થી.આ કવિ વીર નાર્માદની સ્મૃતિઓ સુરત આજેય આદરથી જાળવી  રાખ્યું છે-તેમના નિવાસસ્થાન,પ્રતિમા અને'નર્મદ  સાહિત્ય સભા'ની પ્રવુતીઓથી તથા તેમના તમામ લખાણોની સંશોધિત પ્રવુતિ ગ્રંથશ્રેણી દ્વારા.  -નર્મદ ઉપરાંત પણ સુરતે અનેક સાહિત્યકારો આપ્યા છે.ગુજરાતના પ્રથમ નાવ્લ્સઠાકર નુંન્દ્શંકર અને પ્રથમ વિવેચક નવલરામ,અગ્રણી કેળવણીકાર અને સુધારક સાહિત્યકાર મહીપતરામ નીલકંઠ તેમજ  રમણભાઈ નીલકંઠ , સ્વપ્નદર્શી રણજીતરામ વાવાભાઈ,હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા,ઉતમ નાટ્યકાર ચં ચિ મહેતા,એકન્કીકાર બટુકભાઈ અને  વર્તમાન પેઢીમાંય ગઝ્કાર ગણી દહીવાલા,નવલકથાકાર ભગવતીકુમાર શર્મા તેમ જ પારસી  લેખક રતન માર્શલ વગેરે..મળ્ય્કાળમાં મહાકવિ પ્રેમાનંદે "મામેરું " અહી ક લલકારેલું, સાક્ષ્રર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ સુરતને  જ પોતાનું ધાર કર્યું હતું.

  -સુરતની સાહિત્ય તેમજ  સંસ્કાર સેવાનો ઈતિહાસ સમૃદ્ધ અને ઉજ્જવળ છે.અગ્રગણ્ય ચિત્રકાર વાસુદેવ સ્માર્ત,શિક્ષણકરો-સાક્ષરો કમળાશંકર ત્રિવેદી,અતીસુખ્શંકર ત્રિવેદી અને રણછોડ દાસ ગીરધર દાસ ,પત્રકારો,કે જેમાં ઈચ્છારામ સૂર્યરામ,નટવરલાલ વીમાવાળા ઉપરાંત અરદેશર કોતવાલ જેવા અનેક નામો ગણાવી શકાય.વર્તમાન પેઢીએ પણ તે પરંપરા ચાલુ જ રાખી છે.આ એક જ નગર એવું છે.જ્યાં પ્રતિવર્ષ નગરપાલિકા ત્રિઅંકી નાટ્યસ્પર્ધા યોજે છે.ને નગર ની જ દસેક મંડળીઓં ભાર લે છે.   

  Join us : Click Here

  No comments:

  GPSC

  jQuery(document).ready(function() { var offset = 220; var duration = 500; jQuery(window).scroll(function() { if (jQuery(this).scrollTop() > offset) { jQuery('.back-to-top').fadeIn(duration); } else { jQuery('.back-to-top').fadeOut(duration); } }); jQuery('.back-to-top').click(function(event) { event.preventDefault(); jQuery('html, body').animate({scrollTop: 0}, duration); return false; }) }); Back to Top

  GSSSB

  MATH SHORTCUTS & TRICKS